Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Abstract

3  

Meenaz Vasaya

Abstract

મન પંખી

મન પંખી

1 min
266


મને તો આ પંખી બની મુક્ત ગગનમાં વિહરવું છે,

પણ જવાબદારીની જંજીર મને જકડી રાખે છે,


મને આ દુનિયાના દરિયા ડહોળવા છે

પણ આ સંબંધોનું લંગર મને જકડી રાખે છે,


આ પતંગિયું બની આ મસ્ત હવામાં લહેરાવું છું

પણ શું કહેશે સમાજ ? એ ડર મને જકડી રાખે છે,


મને તો પ્રકૃતિની ગોદ \માં જઈ ઈશ્વરમય બનવું છે

પણ આ સંબંધોનું વળગણ મને જકડી રાખે છે,


ફક્ત કલ્પનાઓથી જ આઝાદ થઈ શકાય છે અહીં

હકીકતમાં કેટલી પાબંદીઓ જકડી રાખે છે,


પંખી બની મસ્ત ગગનમાં વિહરવું છે,

આજે દુઃખ ગમ ઉદાસીના વળગણથી મુક્ત થઈ,

મારે મારા મુક્ત ગગનમાં વિહરવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract