STORYMIRROR

Shaurya Parmar

Children

3  

Shaurya Parmar

Children

મન ફાવે એમ કરવા દો

મન ફાવે એમ કરવા દો

1 min
12.9K


હરવા દો, ફરવા દો, મોજ મજા એને કરવા દો,
હજુ નાનો છે, એને મન ફાવે એમ કરવા દો.

આમ કર, આમ ના કર,
એમાંથી મુક્ત કરી,
તરંગોમાં એને તરવા દો...
હજુ નાનો છે, એને મન ફાવે એમ કરવા દો.

આ ગંદુ છે,આ ચોખ્ખું,
એમાંથી મુક્ત કરી,
મોઢું ગમેતેમ ભરવા દો,
હજુ નાનો છે, એને મન ફાવે એમ કરવા દો.

આ સારું છે, આ ખરાબ,
એમાંથી મુક્ત કરી,
ઠોકર વાગી ખરવા દો,
હજુ નાનો છે, એને મન ફાવે એમ કરવા દો.

‘ક’, ‘ખ’, ‘ગ’ અને ‘A’, ‘બી’, ‘સી’,
એમાંથી મુક્ત કરી,
કુદરતના ખોળે ઠરવા દો,
હજુ નાનો છે, એને મન ફાવે એમ કરવા દો.


Rate this content
Log in

Similar gujarati poem from Children