STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

3  

Bhavna Bhatt

Fantasy

મમતાની મૂરત

મમતાની મૂરત

1 min
413

આવી મારી મમતાની મૂરત ચેહરમાં,

પલમા પરચા પૂરતા મારી ચેહરમાં.

ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...


વગર માંગે તમે સમજી જાતા માવડી,

સર્વે ભક્તોના દુખડા દૂર કરે માવડી.

ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...


ભોળા ભક્તો પર કરુણા કરજો,

મહેર કરી લીલાલહેર કરાવજો.

ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...


માવડી તમે દુખીયા ના દાતાર છો,

અમી વર્ષાવી હૈયામા હામ ભરો છો.

ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...


ભાવનાના ભાવ જોઈ રમવા આવો છો,

દિલના પોકારે રથડે ચઠીને આવો છો.

ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા.....


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy