મમતાળી મા
મમતાળી મા
મમતાળી મા મને તારી યાદ બહુ આવે
યાદ બહુ આવે મને રોજ રોજ રડાવે,
મમતાળી મા મને તારી યાદ બહુ આવે,
પથારીએ પડું ને મને પારણું યાદ આવે
પારણું યાદ આવે ને હાલરડાં યાદ આવે
મમતાળી મા મને તારી યાદ બહુ આવે,
મારી ઊંઘ ઊડે તો તું પીઠ થબથબાવે
કોમળ હાથના સ્પર્શથી ઊંઘ બહુ આવે
મમતાળી મા મને તારી યાદ બહુ આવે,
ગોળ ઘીનું ચૂરમુ તારા હાથનું મને ભાવે
ઓસરીની કોરે બેસી મને તું ખવડાવે
મમતાળી મા મને તારી યાદ બહુ આવે.
