STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

3  

Bhavna Bhatt

Fantasy

મિલન

મિલન

1 min
267

આ ઘટાટોપ વરસાદ આભમાંથી ઉતરીને,

ધરતીને મિલન કરી ભીંજવી ગયું,


છીપાવે પ્યાસ, ભવભવની પ્યાસી, 

ભીની ભીની માટીની મહેક પ્રસરી,


ને આ અખંડ વરસાદની મહેરથી,

ધરતીએ લીલુડી ચાદર ઓઢી,


ફૂલ પર ઉડતો ભ્રમર ગણગણે,

પ્રિત મિલનને લોભામણી પરાગ બને,


સવારે ઉદય થતો સૂર્ય અહલાદક,

જોયું ધરતી અને આકાશનું એ મિલન,


ઉપર નીલું આભ સુંદર શોભતું,

ને નીચે લીલી ધરતી હરિયાળી લહેરાતી,

આ અદભૂત મિલનનું સાક્ષી જગત થાતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy