STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

મિચ્છામી દુક્કડમ

મિચ્છામી દુક્કડમ

1 min
274

દિલથી માફી માંગવી, દિલથી કરવું માફ જિંદગી માટે છે વરદાન

ઉર થી હોય ‘મિચ્છામી દુક્કડમ’ તો બની રહે છે અભયદાન,

 

સાચી માફી માંગીએ અને કરીએ દિલથી માફ

દિલ બની રહેશે દરિયો, સાફ રહે છે મનનું આસમાન,

 

સારું સ્વાસ્થ્ય અને મનમોહક સ્વસ્થતાની જો કરીએ ખોજ

સાચી ‘ક્ષમાપના’નું મળી રહે છે એમાં અનુસંધાન,

 

‘સાચી ક્ષમાપના’ એ નથી કાયરનું કામ જોને

અહમને ઓગાળીને ‘મિચ્છામી દુક્કડમ’ આપે છે સાચું સ્વાભિમાન,

 

ઉદાર અને સહિષ્ણુ લોકો નથી આપતા અન્યના મતને માત

‘ક્ષમાપના’એ સહિષ્ણુતા અને અંદરની શાંતિ માટેનું છે સાચું જ્ઞાન,

 

‘ક્ષમાપના’ જૈન ધર્મની દુનિયાને છે અણમોલ ભેટ

‘મિચ્છામી દુક્કડમ’ થકી માનવતાનું છે ઉત્થાન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract