માતૃ વિરહના દોહા
માતૃ વિરહના દોહા
જગ સૂનું માં તુજ વિના, મુને ઘડીએ ચેન ન હવે આવતું
એવો હેત છલકતો હાથ સાંભળી મુને બાળપણ યાદ આવતું.
હે... જી
વિપત વેળાએ કરતો માંડી, હૃદય ખોલી સઘળી વાત તને
તું નહીં તો હે માવડી હવે કહીશ હું જોને અંતરની વાત કોને,
જો ને..
સમજાયું મુને સાચું હવે, તુજ વિયોગ સહીને હવે મુને
જોને અંતર રડે અનરાધાર, દુઃખ તમ વિના છે અઢળક મુને,
હે... જી..
જ્યાં વસે મા તું ખુશ રહે, પણ મુજ હૈયે રહેશે અમર રાજ તારુ
જોને રાખજે માથે હાથ વહાલો તારો, તુજ આશિષ દેશે જીવનમાં રાહત મુને,
હે... જી
બહ્માંડમાં શોધી રહ્યો મા, જોને સદાય તારો આ બાળ તને
હૈયેથી વરસાવી હેત રૂડા, સદા સંભાળજે દૂરથી તું માત મુને.