માતૃ વિદાય
માતૃ વિદાય
તમે દીધું અમને તન,
વળી નિર્મળ મન.
જીવન આપ્યું.....
સંગે ભાતું ભક્તિ કેરુ આપ્યું.
કંઈક જન્મોના પુણ્ય અમારાં
તમે માત-પિતા થ્યા અમારાં.
સોપ્યું સેવામાં તન,
પ્રભુ ચરણોમાં મન.
જીવન આપ્યું.....
સંગે ભાતું ભક્તિ કેરુ આપ્યું.
તમે જીવતરની બાજી સુધારી.
દીધું સ્વર્ગને અવનિ ઉતારી.
કીધું ધન ધન જીવન,
એવું ધન ધન નિધન.
જીવન આપ્યું.....
સંગે ભાતું ભક્તિ કેરુ આપ્યું.
હવે હરિચરણે હરખે રહેજો.
તોયે બાળકની પડખે રહેજો.
દેજો માર્ગદર્શન,
થાયે જીવન કવન..
જીવન આપ્યું.....
સંગે ભાતું ભક્તિ કેરુ આપ્યું.