STORYMIRROR

Urvashi Parmar

Abstract

4  

Urvashi Parmar

Abstract

માસ્તર

માસ્તર

1 min
357

ભણતરથી ચણતરનો હું સ્તંભ છું,

ખીલતી કળીઓનો હું  બાગબાન છું,


માર્ગદર્શન સૂચવતી દીવાદાંડી છું,

શૂન્યથી શરુ થતું હું સર્જન છું,


તમસમાં તેજ દર્શાવતો ધૂમકેતુ છું,

મા ના સ્તરે વહાલ કરતો માસ્તર છું,


પરિક્ષક સાથે ખુદને તરાશતો નિરીક્ષક છું

પથ્થર તરાશી મૂરત બનાવતો શીલ્પી છું,


પ્રભુકૃપાથી ઉત્તમ કાર્ય માટે આભારી છું

નમન સહ ગર્વથી કહો હું શિક્ષક છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract