મારી તો સોનેરી સવાર
મારી તો સોનેરી સવાર
અદ્ભૂત કામણગારી પ્રકૃતિના સાનિધ્યમાં
મારો ઓટલો,
એટલે જાણે ખુશી ઓનો પોટલો !
કેવી સોનેરી ઊગે મારી સવાર !
સોનેરી સૂરજની કિરણો આવી મને જગાડે
આ કુમળું ઘાસ સાદ દઈને ઉઠાડે,
આ ફૂલોની મહેક સ્ફૂર્તિ લાવે મારા કાજે,
આ હવાની લહેરખી આપે ઉત્સાહનો પ્રસાદ, લાવે મારા કાજે,
મને ક્યાં જરૂર છે એ,
આ જિમ કે ક્લબ હાઉસની !
આ પતંગિયું આવી બેસે મારા ખભા પર
પૂછવા મારા હાલચાલ,
આ પોપટ મેનાં ને ચકલી ગાઈ અદ્ભૂત ગીતો,
થઈ જાય મારી સવાર માલામાલ !
મને ક્યાં જરૂર છે કોઈ કોન્સર્ટની !
ચકલી મેના પોપટ જાણે,
ગાઈ ભક્તિ ગીત,
જીવન જીવવાની શીખવે એ રીત,
જીવન પ્રત્યે એ જગાડે છે પ્રીત,
જીવન લાગે જાણે સાત સૂરોનું સંગીત !
આ ઝાકળ જો ને ફૂલને મોતી જેમ ચમકાવે,
આ હવા જો ને ફૂલની ખુશ્બુ ફેલાવે,
વાતાવરણને મહેકાવે,
આ સોનેરી સવાર સૌનું મો મલકાવે,
આ સોનેરી સવાર ફૂલોને મહેકાવે,
આ સોનેરી સવાર પંખીઓને ચહેકાવે,
આ સવાર સૌના જીવનમાં ઉમંગ લાવે.
