મારી દુનિયામાં
મારી દુનિયામાં
એ દુનિયામાં પાછા જવું છે...
મારે પાણી ને ભૂ કહી પીવું છે...
મૂકી સૌ મુશ્કેલીઓ ને આડા હાથે...
મારે ફરી નિરાંતે સૂવું છે....
રાજકારણી જેવી રમતો બંધ કરી જિંદગીની...
મારે મિત્રો સાથે રમવું છે....
દેવાંમાંથી મુક્ત જીવી....
મારે વગર આવકે રહેવું છે.....
અબોલા લીધેલા મિત્રો સાથે..
ફરી બુચ્ચા કરવી છે....
દેખાડા ભરેલી જિંદગી ને બદલે...
વાસ્તવિકતામાં જીવવું છે....
મોમ-ડેડ ની જગ્યાએ માં-બાપ સાથે રહેવું છે...
પાસ્તા-પીઝા ને બાજુમાં મૂકી...
ઘરનું ભોજન જમવું છે.....
મારી વીતી ગયેલી,
એ નાદાન જિંદગીમાં મારે પાછું જવું છે...
પાણી ને મારે ભૂ કહી પીવું છે...
એ દુનિયામાં મારે પાછા જવું છે.
