STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

મારી ભીતર પ્રવાસ કરી લઉં છું

મારી ભીતર પ્રવાસ કરી લઉં છું

1 min
382

મારા અહમને બાળીને ઉજાસ કરી લઉં છું,

આમ મારી ભીતર હું પ્રવાસ કરી લઉં છું,


ભૂખ્યાને અન્ન ને તરસ્યાને પાણી આપીને,

હું ઈશ્વરભક્તિ કર્યાનો અહેસાસ કરી લઉં છું,


માનવસેવા થકી પહોંચીશ પ્રભુ સુધી,

દરેક માનવીમાં છે ઈશ્વરનો વાસ એવો વિશ્વાસ હું કરી લઉં છું,


હું નથી મીરા બાઈ કે, નથી શબરી,

બસ માનવસેવા થકી, ઈશ્વરનો રાજીપો હાંસિલ કરવાનો, એક પ્રયાસ કરી લઉં છું,


બસ મળે આખા જહાનમાં સૌને ખુશીઓની ભેટ,

એવી ઈશ્વરને પ્રાર્થના ખાસ કરી લઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract