મારી બહેન
મારી બહેન
આધાર બનીને રહી તું સદા સાથમાં,
મમતાળુ બનીને પ્રેમ આપ્યો સદા જીવનમાં,
અમી ભરી નજરથી રહી તું અમારી આંખોમાં,
નદી બનીને સોંસરવી નીકળી તું પાણીમાં,
બહેન રૂપે મળી આ જગત માં,
દરેક સબંધને તે દીપાવ્યો તારાં પ્રેમથી,
અનોખું છે તારુ વ્યક્તિવ,
દિલોમાં જગ્યા બનાવી તે અંદાજ માં,
મળી રહે છે પ્રેરણા હંમેશા તારાં મૌનથી,
જે શીખું છું જીવન જીવવાની રીત હું,
મને તો હર ઘડી પસંદ છે મારી બહેન,
તેના અલગ સ્વભાવમાં..
સ્નેહ ભરી નજરો રાખી "ભાવના" ઉપર,
ધન્ય બનાવી દીધું જીવન બહેન રૂપે મળીને!
