મારે આંગણીયે આનંદ ગુલાલ…
મારે આંગણીયે આનંદ ગુલાલ…
મારે આંગણીયે આનંદ ગુલાલ
નયન રમ્ય હિંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલોને નંદના લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
ચાંદી હિંડોળે નંદાલયે ઝૂલે નંદલાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
નોમ અષાઢી વદે હરખે ગિરિરાજ
ઝૂલા શણગાર્યા ઊંચે વૃક્ષોની ડાળ
ગિરિકુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
શ્રાવણ વદ નોંમે ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
શ્રાવણ ભાદોના હિંડોળા મનભાવન
પ્રભુની સન્મુખ પધાર્યા રે શ્રાવણ
ટહૂકે કોયલ ને વેરે મોરલો કામણ
ચમકે વીજ ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
