STORYMIRROR

Manjula Bokade

Children

3  

Manjula Bokade

Children

મારે આંગણે આવો ચકીબેન

મારે આંગણે આવો ચકીબેન

1 min
123

'પ્રેમથી બોલાવું ચકીબેન આવોને,

સાથે ચકારાણાને પણ લાવો ને,


આંગણામાં નાખ્યા છે ચોખા ને દાળ,

ઝટપટ ખિચડી રાંધો ને ચકાને ખવડાવોને,


પાણી પણ મૂક્યું છે વાટકીમાં,

આવીને તરસ છિપાવોને,


સાઠીકડા પણ જુએ છે વાટડી,

આવીને માળા બનાવોને,


નાના નાના બાળ તને પાડે છે સાદ,

ચકલી બેન તમારી આવે છે યાદ,


કેમ તમે રુઠીયા વ્હાલા ચકીબેન,

કેમ કરી તને મનાવું રે',


'વૃક્ષો વાવવાનું વચન આપો,

પાણી બચાવો ને હરિયાળી લાવો,


વૃક્ષો વાવશો તો તેના પર માળો રે બનશે,

મારી પંખીની જાત રહેશે સુખેથી,


ત્યારે હું તારા આંગણીયે આવીશ,

 ચીં ચીં કરતી ગાન સાંભળાવીશ,


નહિતર જોવાને તું તો તરસશે,

ગુગલમાં ચિત્ર બની રહી જઈશ રે.'


Rate this content
Log in

Similar gujarati poem from Children