મારા પ્રભુ
મારા પ્રભુ
મારા પ્રભુ તું આટલી કૃપા થવા દે
મારા દુઃખને મારા સુધી જ રહેવા દે,
મારે પંખી બનીને ઊડવું છે
મને પાંખો સુધી પહોંચવા દે,
મારે પર્વત બનીને આગળ વધવું છે
મને પહાડ સુધી પહોંચવા દે,
મને વાણી બનીને બોલવું છે
મને વિચાર સર કરવા દે,
મને મહેનત કરીને મ્હેકવું છે
મને ફૂલ સુધી પહોંચવા દે,
મને ચાવી બનીને તાળાં ખોલવા છે
મને તાળાં સુધી પહોંચવા દે,
મને માણસાઈથી જીવવું છે
મને માનવ સુધી પહોંચવા દે.
