માનવ કેવો મૂંઝાય
માનવ કેવો મૂંઝાય
વૃક્ષોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય
આજ ઓક્સિજન માટે કરે રઝળપાટ,
વૃક્ષોની કિંમત આજ માનવને સમજાય
પૃથ્વીને બચાવવા વૃક્ષ જ એક ઉપાય,
વૃક્ષોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય
ધરતી આજ ખૂબ તપી રહી અગનજ્વાલ,
કયાં જઈ રહેવું આજ માનવ મૂંઝાય
જયાં જાય ત્યાં વૃક્ષ વિના રઝળપાટ,
છાયા વિના હવે માનવ કયાં જાય
હવાની કિંમત કયાં માનવને સમજાય,
વૃક્ષોનો કરી વિનાશ,માનવ કેવો મૂંઝાય
પૃથ્વીને બચાવવા આજ થઈ જાઓ તૈયાર,
વૃક્ષો વાવી કરો તેનું જતનને સંવર્ધન
હરિયાળું ગામ ને હરિયાળું હશે ગુજરાત,
દિનેશ કહે બચાવો પૃથ્વી તો બચશે ગોપાળ
વૃક્ષોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય.
