STORYMIRROR

dhara joshi

Action Inspirational

3  

dhara joshi

Action Inspirational

બસ આટલું કર્યા કર

બસ આટલું કર્યા કર

1 min
333

રોજ રોજ વિચારોમાં ના ખોવાયા કર

જીવન જીવવાના આ સરળ રસ્તા પર ચાલ્યાં કર,


પોતાની લાઈફનો બ્રેક ઇવન પોઈન્ટ શોધ્યા કર

સફેટી માર્જિનનો અંદાજ નીકળ્યાં કર,


લોકોને ખુશીઓનું વેચાણ કર્યાં કર

દરેક પાસેથી કંઈક ને કંઈક ગુણ ખરીદ્યા કર,


જીવન જીવવાના ધોરણો બનાવ્યાં કર

પછી એને વાસ્તવિક જીવન સાથે સરખાવ્યાં કર,


એમાંથી વિચલનો શોધ્યા કર

આમ પોતાના જીવનને બેલેન્સ કર્યાં કર,


થતી ધાલખત બાદ કર્યાં કર

સંબંધોમાં રોકાણ કર્યાં કર,


એમાંથી મળતું વ્યાજ ઉમેર્યા કર

ભૂલોને સુધારવા ભૂલસુધારણા નોંધ રાખ્યાં કર.


Rate this content
Log in

Similar gujarati poem from Action