પહેરો માસ્ક
પહેરો માસ્ક
જાવું જ્યારે બહાર મારે,
બોલે મારૂં માસ્ક !,
બેઠો હું એકલો ને,
જાવું તમારે બહાર,
એકલો થઈ બેઠો હું,
જોવું તમારી વાટ,
એકલા એકલા ફરવા જતાં,
લેતા જાવ મને સાથ,
ભૂત પ્રેતથી લાગે ના બીક તમને,
બહાદુર છો આપ,
પણ..પણ..
બહાર તમારો સગો ઘૂમે !,
કરે ( કોરોના) ઉઘરાણી સાથ,
છીંક ઉધરસ ને ધૂળથી,
સાચવવું પડે ખાસ,
એટલા.. માટે...
જાવ બહાર તમે ત્યારે,
લેતા જાવ મને સાથ,
માસ્ક તો પહેરતા જજો,
રક્ષા જીવનનું કરતા જજો,
કોરોના વાયરસ સામે,
માસ્ક એક માત્ર છે ઉપાય.
