" આવી હોળી "
" આવી હોળી "
ધક ધક ધક ધક થતા જાય,
હોળીના દિવસો આવતા જાય,
રંગો પણ હવે કોરા થાય,
કોરોનાનો ભય ઝઝૂમતો જાય,
કેવો હશે હોળીનો દિવસ !
રોગ, ભય ને ટેન્શનનો દિવસ !
સોશ્યલ ડિસ્ટન્સ ને માસ્ક પહેરો,
હોળી હવે સાદગીથી ઉજવો,
શીંગ ચણા ને ધાણી ખાવ,
ખાંસીને જલ્દી ભગાડતા જાવ,
રંગબરસે ગીતો ગાતા જાવ,
હોળીનો આનંદ લેતા જાવ.
