હર્ષની બાબરી
હર્ષની બાબરી
નાજુકડું પારેવડું કિલકારીની ગુંજ કરતું,
અસીમ કૃપા મા ચામુંડાનો તણો સથવારો,
રાદલમાં પધાર્યા ચાવડા કુટુંબની ડેલીએ,
ખમ્મા કરજો હર્ષ રૂપી નાનુડા બાલૂડાંને,
માતા જાગૃતિબેન અને પિતા જીગ્નેશભાઈ,
કલરવથી ગુંજતું અમારું રૂડું આંગણિયું
સૂના જીવન સંસારમાં પગલાં પડ્યા હર્ષના,
કૃષ્ણની છબી રેલમછેલ લાગે મહેકકી જિંદગી,
પાર પાડજો રાદલમાં અનેરો અવસર આંગણિયે,
હોંશથી ભરેલા પરિવારની અમી મીઠી ભરજે !

