સફળ થાશું
સફળ થાશું
આફત આવી
અંધકાર જણાય
વિપદા વધુ.
રોગ પ્રકોપ
પરેશાન જનતા
ઓછા સાધન.
ખડે પગે સૌ
કોરોના વોરિયર્સ
રાત દિવસ.
પ્રકોપ વધુ
મૃત્યુનો આંક વધુ
અજંપો વધુ.
સ્મશાન ભીડ
કબ્રસ્તાન ના જગ્યા
રૂદન આંસુ.
ગીધ કાગડો
કાળાબજાર કરે
કાળ દેખાય.
અંધારું કેમ
વેક્સિન છે ઉપાય
પહેરો માસ્ક.
સફળ થાશું
વાયરસ હારશે
ફરી આનંદ.
