બાંધી રાખજે
બાંધી રાખજે
હૈયા પર તું પથ્થર બાંધી રાખજે,
સવાર પડે ને દફતર બાંધી રાખજે
શરીર ઘડતર ઘડાયું ઈશ્વર થકી
હામ સદાયે ઈશ્વર બાંધી રાખજે,
હુનર આપ્યું પ્રભુ એ તારી ખુદમાં
અંતે ઈશ્વર સામે ટક્કર બાંધી રાખજે,
જીવન કેવું ગાગર જેવું વિશાળ
પ્રેમની નજરનો સાગર બાંધી રાખજે,
ઘુઘવાતું હતું ભીતર મારુ
એને કાગળે અક્ષરમાં બાંધી રાખજે.