વાત
વાત
લાવને, તને કહી દઉં એક વાત મજાની
પણ, કહેવા જઉ ત્યાં નડે છે આ બુકાની,
થાય એવું કે હરકોઈ થઈ ગયાં છે જુખામી
કેમ કરી આવ્યો છે આ જંતુનો સુનામી ?
જોઈ ન શકું જાનું તારો ચહેરો રુહાની !
ને ઘેર આવું તો બીક લાગે છે તારી મા ની,
ના, છું હું નીડર પણ જરા એ વકીલ રહ્યાં !
એની પહેલાં પણ એ મારાં વડીલ રહ્યાં,
ભાઈ ઝાપટની નહીં પણ મને છે બીક મુક્કાની,
ને હું પડું તો કોણ બને તારો સુકાની ?
શું મધદરિયે નાવ છે ને વ્હેણ છે તૂફાની ?
પણ, પાર થઈશું કેમકે સાથ છે નાવ ફુંફાની,
લાવને તને કહી દઉં એક વાત મજાની
પણ, કહેવા જઉં ત્યાં જ નડે છે આ બુકાની !
