Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Tragedy Action Thriller

4.0  

Zalak bhatt

Tragedy Action Thriller

ધાક

ધાક

1 min
195


હું કહું કેમ એમને ? તને મારો સાથ છે,

કે મન માંહે લાગી વૃદ્ધાશ્રમની ધાક છે,


ના, છે, ઘર હર્યું-ભર્યું, અહીં પતઝડનો વાંક છે,

કે મન માંહે લાગી વૃદ્ધાશ્રમની ધાક છે,


ના કોઈ-કાંઈ ના કહે, ના સુણે કોઈ વાત છે !

કે મન માંહે લાગી વૃદ્ધાશ્રમની ધાક છે,


હું કહું કે સાંભળો, આ ઉછરેલી શાખ છે, !

કે મન માંહે લાગી વૃદ્ધાશ્રમની ધાક છે,


ના એ તો ના સાંભળે, એ બાળકોની માત છે,

કે મન માંહે લાગી વૃદ્ધાશ્રમની ધાક છે,


ને પલટી એ પડ્યાં, કહે હવે ઝાલો હાથ રે’

કે’ મન માંહે જાગી વૃદ્ધાશ્રમની વાત રે !


ના મળશે સન્માન ને,એની પણ રહે વાત લે

કે મન માંહે જાગી વૃદ્ધાશ્રમની વાત રે !


તમે ભરો પોટલું, હું લઉં થેલી હાથ રે’

કે મન માંહે જાગી વૃદ્ધાશ્રમની વાત રે !


એ મળશે રજાનો, ફોને કરશે વાત રે

કે મન માંહે જાગી વૃદ્ધાશ્રમની વાત રે !


ત્યાં સૌ આપણી જ વયનાં,

ને સરખી રીત-ભાત રે

કે મન માંહે જાગી વૃદ્ધાશ્રમની વાત રે !


છે એનો જ મિત્ર, તેમને હશે જ્ઞાત હે !

કે મન માંહે જાગી વૃદ્ધાશ્રમની વાત રે !


હું કહું કેમ તમને ? કે, છે મારો સાથ રે,

કે મન માંહે લાગી વૃદ્ધાશ્રમની ધાક રે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy