ડોલરનો મોહ
ડોલરનો મોહ
કંઈ ક કંઈ ક સપનાઓ અમે પણ રાખ્યા હતાં,
પણ ભારતમાં રહીને થોડા સાકાર કર્યા હતાં,
થોડી ધીરજને ખંતથી કામ કરતા હતાં,
મુશ્કેલીઓમાં એકબીજાને મદદ કરતા હતાં,
ના લોભ કે લાલચ રૂપિયાનો નહોતો,
કુટુંબ સાથે આનંદથી જીવન જીવતા હતાં,
નવા જમાના સાથે વિચારો પણ બદલાયા,
નવી પેઢીના ઉચ્ચ શિક્ષણ પણ બદલાયા,
ઉચ્ચ અભ્યાસ કાજે દોટ વધતી ગઈ,
નવયુવાનોમાં વિદેશનો ક્રેઝ વધતો ગયો,
યુકે, યુએસએ ને ઓસ્ટ્રેલિયા જતા થયા,
વૈભવ અને ડોલરનો મોહ વધતો ગયો,
નવી પેઢીના યુવાનો હવે ભારતને ભૂલી ગયા,
ડોલરના મોહમાં, કુટુંબ પ્રેમ ભૂલાઈ ગયો,
વતનની યાદોને, માતૃભાષા ભૂલાઈ ગઈ,
કેવા કેવા દિવસો હવે આવવાના છે !
વિચારોમાં તો ડોલર જ છવાઈ ગયો !
