STORYMIRROR

Zalak bhatt

Action Fantasy Inspirational

3  

Zalak bhatt

Action Fantasy Inspirational

સમય

સમય

1 min
187

સમયને પકડી ક્યાં શકાયો ?

ભૈ ચાલો, સમયની સાથે

જો આમ નહીં કરશો તો-તો

સમય જ આગળ થાશે,


ઘડી-ક્ષણ-પળવાર પર

આપ ના ધરશો ધ્યાન,

કાળનો નાગ છે ફેણ ચઢાવી

લો, કરી દેશે બેભાન,


ઘડી હાથમાં પહેરી તોયે

ઘડી ના આવે હાથે !

સમયને પકડી ક્યાં શકાયો ?

ભૈ ચાલો સમયની સાથે !


Rate this content
Log in

Similar gujarati poem from Action