STORYMIRROR

Sejal Ahir

Romance Action

3  

Sejal Ahir

Romance Action

દીકરી આજ

દીકરી આજ

1 min
740

સ્નેહભર્યું આંગણિયું રડી પડશે આજ,

રણ જેવું બંજર બનશે જિંદગી આજ,


દીકરીને વળાવતાં પિતાનું હૈયું થમી જશે

નાજુકડું ફૂલ કરમાઈ જશે પિયરે આજ,


સપનાં આંખોમાં સજી વાલમ સાથે જશે,

મીઠુંડી યાદોનું ઝરણું વહે માંડવડે આજ,


આંબલી પીપળીની ડાળે ઝૂલતી સહિયર,

ભેગા મળીને યાદ કરશું લાડલીને  આજ,


છાની દીવાલો, ઉંબરો ઓળંગતા વાર લાગી,

પારકી થાપણ બનીને સાસરિયાની કેડે આજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance