કિસિંગ સ્ક્રીન
કિસિંગ સ્ક્રીન
કિસિંગ સ્ક્રીન બની છે મોબાઈલ હવે.
પહેલા તો ગળે લગાવતી મોમ હતી.
પછી મીઠી નિંદર પરોઢની
ને મમ્મી ઉઠાડતી જલ્દી કર કહી
'મિટ્ટી કી મૈં ગુડિયાં'
ઝટપટ માની જાતી.
એ પછી જોયા પત્રોમાં
બે લીટીની વચ્ચે ભાઈબહેન,
ને લઈ ગઈ ફોટા ના થોકડાં
જોયા મેં માસીજીને ફોટાને વ્હાલ કરતાં
આ તો ભાઈ ફેસટાઈમે
ભોળું ભૂલકું કરે છે વ્હાલ નાની ને
ડરું છું કે કિસિંગ સ્ક્રીન મોબાઈલ
કોઈ ઝૂંટવી ના લે
