STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract

3  

Aniruddhsinh Zala

Abstract

મા જગદંબા રૂડા ગરબે ઘૂમે

મા જગદંબા રૂડા ગરબે ઘૂમે

1 min
165

હે.. જી.

માડી નોરતા આવ્યા રૂડાં ને જગ આખું મા તુજને નમે,

હે જી. ભક્તિ તણી છોળો ઉડે ને માડી પ્રગટ પરચા ભવાની પૂરે."

 

આવી આજ નવરાત્ર, માડી ગરબે ઘૂમે રે

હે માના પગલાં પડે ને આખું જગ નમે રે,


હે... નવખંડ ગાજે તારા ગરબાનો નાદ

મા ભવાની રમે ચાચર ચોકે આજ

હે તારી ઝાંઝરના રણકારે જગ નમે રે

હે માના પગલાં પડે ને આખું જગ નમે રે,


હે.. માડી નભમાં રમે દેવી દેવતાઓ સંગ

 રુડી અપ્સરાઓ ઝૂમતી ગરબાનો સંગ

હે.. ધરતી પર ગરબાની સંગે ઘૂમે રે..

હે માના પગલાં પડે ને આખું જગ નમે રે,


હે માડી જામ્યો છે રાસ ચૌદ ભુવને આજ

માનો પાલવ લહેરાય, રૂડાં આશિષ દેવાય,

હે. માડી ભક્તોને હેતે આશિષ દેજે રે

હે માના પગલાં પડે ને આખું જગ નમે રે,


હે માડી તારા આરાધના ભક્તો કરે આજ

ભાવે હવન કરે ને કરે તારા અનુષ્ઠાન,

હે.. માડી વિપત પડે તો સદા ભેળી રેજે રે

' રાજ' અંતરથી ધ્યાન ધરે આશિષ દેજે રે

આવી ચૈત્રી નવરાત્ર, માડી ગરબે ઘૂમે રે

હે માના પગલાં પડે ને આખું જગ નમે રે,


હે...

હે... ચૌદ ભુવનમાં રમતી, તું માત ભવાની

ચાચર ચોકમાં, તું પ્રગટ માડી

 દુખડા અમ કાપો, સુખ સાચું મા આપો

હે મા ભગવતી રે, તું ભય હરનારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract