લ્યો વરસ વીતી ગયું
લ્યો વરસ વીતી ગયું
વર્ષ ભલે બદલાયું,
ભાવનાઓ અકબંધ રહી ગઈ.
ના સ્વભાવ બદલાયો, ના અવગુણો સુધર્યા,
અને
લ્યો આમજ વરસ વીતી ગયું.
હુંપદ ટળ્યું નહીં ના દંભ છુટ્યો,
એ જ જિંદગીની ઘટમાળ રહી ગઈ.
આપણી ખુશીઓ આમજ અધુરી રહી,
અને વર્ષોના વરસ આમજ વહી ગયા...!
