STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

3  

'Sagar' Ramolia

Abstract

લૂંટાયા કરે છે

લૂંટાયા કરે છે

1 min
293

આમ ને આમ કૈં ઘૂંટાયા કરે છે,

જિંદગીની ક્ષણો લૂંટાયા કરે છે,


શી કમી થાય છે તારા બાગમાં પ્રભુ !

ફૂલ કો' ડાળથી ચૂંટાયા કરે છે,


આભને આંબવાની છે આશ જેને,

છોડ એવા ઘણા ખૂંટાયા કરે છે,


જર-ઝવેરાત, જીવન ને શાખ સાથે,

આ વિચારોય જો ઝૂંટાયા કરે છે !


આજ 'સાગર' ભલે મોજેમોજ રાખે,

ભાવિની પીડ તો ઘૂંટાયા કરે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract