લોકશાહી
લોકશાહી
ટ્વિટર પર ફોલોઅર નક્કી કરે કેટલી વસ્તી
કેટલી છે લાઈક જણાવે કે કેટલી મોટી હસ્તી
કર્યા કેટલાં ફોરવર્ડથી ખબર પડે કેવાં કામઢા
ડિસલાઈક હોય અપાર છે અલમસ્ત જાડાં ચામડાં,
સૂતાં સૂતાં જોઈ સ્ક્રીન ટાઈમે મપાય વફાદારી
રીવ્યું વાંચી કરવી વસ્તુ ને નેતાની ખરીદદારી
બહુમતી નક્કી કરવાં જરૂરી ક્યાં હવે દરબાર ?
સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ રાખી લ્યો દસબાર
ટ્રેંડ થી લેવાઈ જાય રીફ્રેન્ડમ કે પ્લેબીસાઈટ
જનમત હોય કે લોકમત બધું મળે વેબસાઈટ
ગ્રંથ શાસ્ત્રના થોથાં જરૂરી નથી હવે વાંચવાં
વૉટ્સઅપ મેસેજ રહેતાં અચૂકપણે જાંચવા,
નગરચર્યા રાતે રાજા હવે શું કામ નીકળે
ગુગલ પર દિન રાત પ્રજાના દુઃખ દર્દ કળે
રાજસભામાં નથી ચર્ચા જરૂરી નહીં ઠરાવ
મતદાન ફેસબુક પર ને ઓનલાઈન કરો રાવ,
નવરાં ધૂપ કોર્ટ કચેરી બિચારાં વધી પડ્યાં
ટી આર પી જેવાં આધુનિક હથિયાર જડ્યાં
ટેન્ક અણુબોંબ દુશ્મનને મફત વેંચી દીધાં
ટ્રોલ કરવાં મિત્રો સહસ્ત્ર નાણાં દઈ ભાડે લીધાં,
ટ્વિટર પર ફોલોઅર નક્કી કરે કેટલી વસ્તી
વસ્તી ગણતરી ચેટથી થાય કેટલાં લોક કરે મસ્તી
ઠેરઠેર કોમેન્ટ માપે નાગરિકની ઊંડી સમજદારી
નક્કી કરે સોશિયલ મીડિયા બધી જવાબદારી.
