લીંબુડી રે લીંબુડી
લીંબુડી રે લીંબુડી
લીંબુડી રે લીંબુડી,
લીંબુડી રે લીંબુડી,
તું કેવી મજાની લીંબુડી,
આપે કાચા-પાકા લીંબુ,
જે તાજા રસથી ભરપૂર,
તું કેવી મજાની લીંબુડી,
બીમારીનું બહાનું કાઢી,
સૌ કોઈ લઈ જાય તારા લીંબુ,
તું કેવી મજાની લીંબુડી,
તારા લીંબુનો રસ પીને,
સૌ કોઈ થઈ જાય તાજામાજા,
તું કેવી મજાની લીંબુડી,
લીલા-પીળા તારા લીંબુ,
ગુણોનો છે ભંડાર,
તું કેવી મજાની લીંબુડી,
નબળાઈ દૂર કરીને,
સ્વસ્થ બનાવે તારા લીંબુ,
તું કેવી મજાની લીંબુડી,
ભોજનને સ્વાદિષ્ટ બનાવે ને,
પચાવી દે ઝટપટ તારા લીંબુ,
તું કેવી મજાની લીંબુડી,
