સ્વપ્નને સાકાર કરવા
સ્વપ્નને સાકાર કરવા
સ્વપ્ન જોવા હોય છે સરળ,
એને પુરા કરવા નથી સહજ,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
સાંપડે ભલે ને નિરાશા અનેકવાર,
છતાં પ્રયત્ન કરવા પડે વારંવાર,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
કર્મ થકી મળે સુખ સાહ્યબી અપાર,
કર્મ વિના જાણે દુઃખની મળે વણઝાર,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
સ્વપ્ન હોય ભલે નાનું કે અઘરું,
મહેનત અને કર્મ વિના હંમેશા અધૂરું,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
સ્વપ્નની દુનિયા હોય પ્યારી ને નિરાળી,
પુરી કરવા મહેનત કરવી કઠિન સઘળી,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
ક્યાંક સ્વપ્ન પાછળ ઊડે છે ઉંઘ કંઈકની,
ક્યાંક સ્વપ્ન માટે બલિદાન અપાય સંબંધોની,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
સ્વપ્ન વિના કોઈ લક્ષ્ય મળતું નથી,
લક્ષ્ય વિના જીવનની દિશા હોતી નથી,
સ્વપ્નને સાકાર કરવા રાતદિન ઝઝુમવુ પડે !
