અવનવું વિજ્ઞાન
અવનવું વિજ્ઞાન
ચાલો બાળકો આવી જાવ રમવા મારી સાથ,
હસતાં રમતાં શીખવું તમને અવનવું વિજ્ઞાન,
નાનું સરખું બીજ બનાવે નાનાં મોટાં ઝાડ,
મધમાખી, પતંગિયાં થકી વહન પામે પરાગ,
ડેમ તણાં પાણીમાં હોય સ્થિતિશક્તિ અપાર,
ડાયનેમો મૂકતાં વીજળીનું થાય ઘણું નિર્માણ,
પાણીમાં ઓગાળી જુઓ મીઠું, તેલ ને ખાંડ,
મીઠું, ખાંડ ઓગળી જશે પણ તરતું રહેશે તેલ,
દળ ને કદનો ખ્યાલ હોય તો ઘનતા શોધી શકાય,
એના પરથી પદાર્થનાં ગુણધર્મો શીખી શકાય,
વૉટ્સન-ક્રીકે સમજાવ્યું સૌને ડીએનએ મોડેલ,
ખુરાનાએ કહ્યું કે વનસ્પતિમાં પણ હોય જીવ,
આર્કીમિડિઝ, ફેરાડે, એડિસન કે ગ્રેહામ બેલ,
વિજ્ઞાનીઓનાં કાર્ય થકી જ્ઞાનની રેલમછેલ,
હવે બાળકો વધુ જાણીશું અલૌકિક વિજ્ઞાન,
પ્રયોગ કરીને સમજશો તો સહજ મળશે જ્ઞાન.
