મળી
મળી
વિજ્ઞાનની અવનવી શોધો મળી
જીવન જીવવાની સુંદર તક મળી,
હવાઈ ઉડાનની નવી પાંખ મળી
દરિયામાં તરવાને નાવ મળી,
ઝડપી યુગમાં વિહરવા તક મળી
ટેકનોલોજી સંગ દુનિયા મળી,
દુનિયાની માહિતી મુઠ્ઠીમાં મળી
વિશ્વને જાણવાની રાહ મળી,
મુસાફરીથી જીવનની સફર મળી
ઈન્ટરનેટ સંગ નવી દુનિયા મળી.
