Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardika Gadhvi

Inspirational Others Children

4  

Hardika Gadhvi

Inspirational Others Children

મારે માપવો છે ગગનનો છોર

મારે માપવો છે ગગનનો છોર

1 min
239


ઊંચે આભે ઊડવું છે મારે,

વિહગ વાટે, વ્યોમ વાચડે,

કોઈ ગોતો ગગનનો છોર;

મારે ભમવું ગગનની કોર,


આ પંખી સાથે ઊડવું મારે !

પાંખ ક્યાંથી લાવવી મારે ?

કાગળ લઈને દોરું પતંગ,

મારે ઊડવું છે ગગનની કોરે; કોર,


ચાંદા, સૂરજને મળવું મારે,

તારલા સંગે ટમકવું મારે,

કોઈ કાનસ બાંધી આપો;

કે, તુલક બની ચમકવું મારે,


માંજો કાચ પીધેલો ન મારે,

કોઈથી કોઈ'દિ પેચ ન મારે,

ઊડે,ઊડવા દે કોઈ કોઈ ને કાપે ન મારે;

એવાં ગગનમાં ઊડવું મારે,


ઉત્તરોત્તર અયન કરવું મારે

દક્ષિણમાં નહીં કપાવવું મારે

પંખીની ડોક- પાંખ સલામત

એવા પતંગ લઈ ઊડવું મારે,


મને આપો કોઈ -'પતંગ અને દોર'

મારે માપવો છે ગગનનો છોર,

મને આપો પતંગનો દોરો

મારે પામવો છે ગગનનો છોર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational