બાળક
બાળક
ઈશ્વરની અણમોલ ભેટ છે બાળક,
મુખ પર મૃદુ કોમળ હાસ્ય છે બાળક,
રડવાથી રમત સુધીનુ સોપાન છે બાળક,
વૃક્ષોથી વરસાદ સુધીનુ તરબોળ છે બાળક,
આનંદથી અવસરમાં પરિવર્તન છે બાળક,
મમતાના વાત્સલ્યથી સદા ખીલતું બાળક,
પરિવારને આત્મીયતાથી જોડતો સેતુ છે બાળક,
વાવેતરથી લલણી સુધીનો પાક છે બાળક,
વિટંબણાઓમાં સદા નિર્દોષતા છે આ બાળક,
"પ્રણવની કલમે" અક્ષરોનું હાસ્ય છે બાળક.
