આવ્યો ઉનાળો
આવ્યો ઉનાળો
ઉનાળો આવ્યો આ ગરમીને સાથ લાવ્યો,
આ નખરાળી નાર જેવી ગરમી,
જોને આવી રાજ કરવા,
પૂરા દેશ ને લીધો એને બાનમાં.
આ નખરાળી નારના નખરા અનેક,
કહે મને જોઈશે એ.સી. પંખા ને કૂલર,
ખાવા મને પકવાન નોખા નોખા,
પહેરવા જોઈશે કપડાં અનોખા.
મને જોઈશે આઇસ ક્રીમ કેન્ડી ને પેપસિકોલા,
મને ખાવા બરફના ગોલા,
મને ખાવા રસ પૂરી ને શિખંડ પૂરી,
અડદિયા ને સિંગ પાક ને તમે જાવ ભૂલી.
નખરાળી નાર જેવી ગરમી આવી,
કેરી તરબૂચ ને સક્કર ટેટીને સાથ લાવી,
મસાલા ને અનાજની સીઝન લાવી,
અથાણાંની મૌસમ લાવી.
ગૃહિણી માટે વધારાનું કામ લાવી.
સુની સડક ને, સૂના રસ્તા.
પંખીઑ બેઠા માળામાં.
બાળકો બેઠા ઘરમાં
ટહુકા ને કિલ્લોલ વગર,
સુનું ઘર આંગણ.
કારણ વગરનો ગુસ્સામાં સૂરજ,
લાગે જાણે આગનાં ગોળા,
શેકાય આ મજુર ભોળા,
હાથ થાય એના આળા.
તોય ક્યાં ભાળે બિચારા ઘર ચલાવવા પૂરા નાણાં,
ક્યાં મોઢે લગાવાય છે તાળા ?
શું કરે આં બિચારા ?
જો ને આવ્યો આં ઉનાળો.
