એકડાનો પરીવાર
એકડાનો પરીવાર
શૂન્યથી હું થાઉ શરુ,
એકડો કહે હું છું ગુરુ,
બગડો બે બે કરતો જાય,
તગડો ખાઈને તાજો થાય.
ચોગડો સૌને ચાળા પાડતો,
પાંચડો પૂછડી કાઢી નાચતો,
છગડાભાઈ તો મૂછ આમળતા,
સાતડાભાઈ રિસાઈ મોં ફૂલવતા,
આઠડો સૌને પીઠ બતાવે,
નવડો સૌ પર રોફ જતાવે,
ત્યાં તો દસ લઈ આવ્યો હાર,
કરવાં પૂરો એકડાનો પરીવાર,
બાળકો અંક પર અંક ચડાવતાં જાઓ,
એકથી સો એકડા શીખતાં જાઓ.
