વિવિધતામાં એકતા
વિવિધતામાં એકતા
હું છું ભારત દેશનો વાસી,
ભારત મારો દેશ છે,
સારા જગથી સુંદર જોને,
પ્યારો મારો દેશ છે,
જય જય હિન્દુસ્તાન બોલો,
જય જય હિન્દુસ્તાન,
વાદળોની વચ્ચે જઈને,
આભને મારે અડવું છે,
ઊંચા ઊંચા પર્વત ઉપર,
દોડી-દોડી ચડવું છે,
મા ભોમની રક્ષા કાજે,
સૈનિક થઈને લડવું છે,
જય જય હિન્દુસ્તાન બોલો,
જય જય હિન્દુસ્તાન,
સંસ્કૃત કેરી સંસ્કૃતિ અહીંયા,
સંસ્કારોની ખાણ છે,
વિવિધતામાં એકતા કરતો,
માતાનો વિસ્તાર છે,
ભાતભાતના લોકો અહીંયા,
ભાત ભાતનાં વેશ છે,
જય જય હિન્દુસ્તાન બોલો
જય જય હિન્દુસ્તાન,
ખળખળ વહેતી નદીઓ અહીંયા,
ઊંચા ઊંચા પહાડ છે,
લીલા લીલા વન વગડામાં,
વન્ય પશુની દહાડ છે,
હરિયાળી ક્રાંતિનો ધ્યોતક,
વીરતાનો શિલાલેખ છે,
જય જય હિન્દુસ્તાન બોલો,
જય જય હિન્દુસ્તાન.
