પરીકથા
પરીકથા
પરીકથામાં આવે રૂપાળો રાજકુમાર આવે
દોડતો આવે, ઘોડાને ખેલાવતો આવે,
રાજકુમારીનો રાજકુમાર આવે,
સાથે શૂરવીર વાર્તાઓ લાવે,
પરીકથા, પરીકથા મારા દાદી મને સંભળાવે,
ઊડતી જાજમ ને, જાદુઈ ચિરાગ,
જાદુઈ ચકલી ને, જાલીમ રાક્ષસ,
કેદમાં પૂરે, પથ્થર બનાવે,
સામનો કરે તે, શૂરવીર સિપાહી,
પરીકથા, પરીકથા મારા દાદી મને સંભળાવે,
બતક, મરઘાં ને હરણાં આવે,
અલક મલકની દુનિયા લાવે,
અગમ નિગમના ભેદ ખોલે,
રહસ્યો પરથી પડદા ઊઠાવે,
પરીકથા, પરીકથા મારા દાદી મને સંભળાવે.