Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Children Stories

4  

ચૈતન્ય જોષી

Children Stories

બાલકુસુમો

બાલકુસુમો

1 min
409


સરખેસરખાં સાથે મળીને કેવા હરખાતાં બાલકુસુમો,

થઈને તૈયાર ઘરેથી ફૂલફટાક એ દેખાતાં બાલકુસુમો,


સાવ નિર્દોષતાને નિખાલસતા એના ચહેરામાં વંચાતી,

મનમાં આવ્યું તે સહજ મોઢે ઉચ્ચારતાં બાલકુસુમો,


ઈશ્વરના બાગનાં પુષ્પો સમાં જોતાં જ ગમી જનારાં,

જીત મેળવી રમતે કે શિક્ષણે એ મલકાતાં બાલકુસુમો,


વળી થાય હાર કદીને સન્મુખ હોય ગોઠીનાં કટાક્ષોને,

થઈ દિલથી દુઃખી કેટલાં અશ્રુઓ સારતાં બાલકુસુમો,


કોઈ કહે વાત તો સ્હેજે એ માની લેતાં; ન વિચારતાં,

સાવ ભોળાંને કપટરહિત કેવાં એ લાગતાં બાલકુસુમો.


Rate this content
Log in