મા
મા
મા તારા હેતની કેવી અનોખી વાત
તારા વિના જીવનની અંધેરી રાત,
હૈયાના હેતથી ઝૂલાવે તું પારણે
નીંદર આવી ઊભે જાણે બારણે,
તું પ્રેમથી હાથ ફેરવે જ્યારે
દુનિયા આખી મીઠી લાગે ત્યારે,
તારા થકી જીવનમાં અજવાસ આવે
તારા વિના અધૂરપ જીવન મહીં મળે,
તારા પાલવે હર ડર મારા ભાગે
તારા આંસુડે દુનિયા આખી ડૂબે.
