દાદી મને તારી સાથે રમવું છે
દાદી મને તારી સાથે રમવું છે
દાદી મને તો તારી સાથે રમવુ છે
તારી સાથે અલકમલકની વાતો કરવી છે
પપ્પા મમ્મી મને ભણવા મોકલે,
વિવિધ ક્લાસમા શીખવા મોકલે
પણ મારે તારી અનુભવવાણીથી શીખવુ છે
દાદી મને તો તારી સાથે રમવુ છે
તારી પાસેથી રામકૃષ્ણ વિષે જાણવુ છે
તને ગુગલ- યુ ટ્યુબ શીખવવુ છે
દાદી મને તો તારી સાથે રમવુ છે
વિડીયો કે આઈપેડ પર ગેમ રમવી બહુ ગમે
પણ પાના કેરમ કે સોગઠાબાજી પણ શીખવી છે
મિત્રો સાથે મસ્તીમા જીવતા શીખવુ છે
મિત્રોની મજાક કે વાંધાવચકાની નાની વાતો કહેવી છે
દાદી મને તો તારી સાથે રમવુ છે
મમ્મીના પિત્ઝા પાસ્તા બહુ જ ભાવે
પણ તારા ભાખરી થેપલા પણ ખાવા છે
મારી હેલ્થની પરવા કરવી છે
દાદી મને તો તારી સાથે રમવુ છે.
પપ્પા મને અવ્વલ નંબર પર જોવા ઈચ્છે
પણ તારી પાસેથી જે છુ તેમા ખુશ રહેતા શીખવુ છે
મારી સફળતાની જ વાતો બધાને જાણવી છે
તારી સાથે નિષ્ફળતા પણ વહેંચવી છે
દાદી મને તો તારી સાથે રમવુ છે.
પપ્પાને મારા ભવિષ્યની ચિંતા છે
પણ તુ મારા વર્તમાનને સમજે છે
દાદી મારે તો તારી રીતે જીવવુ છે
દાદી મને તો તારી સાથે રમવુ છે.
