STORYMIRROR

રચનાઓ મીના શાહની

Inspirational Others

4  

રચનાઓ મીના શાહની

Inspirational Others

સ્વર્ગસ્થ પત્નીને

સ્વર્ગસ્થ પત્નીને

1 min
241

અજાયબ એવા આ વિશ્વમાં  

તારો મારો મેળ પડ્યો,


પરભવના કોઈ ઋણાનુબંધે

મને તારી પાછળ મોહિત કર્યો,


તારી સાથે જીવન વીતાવ્યું

તારી ખામી જ શોધતો રહ્યો,


હંમેશ તને ફફડતી રાખી

મુજનો અહમ્ પોષતો રહ્યો,


જ્યારે છોડીને તું ચાલી ગઈ

મહત્વ તારૂ સમજાઈ ગયું, 


સાચા મનથી કહું છું આજે

તને જ આખું આયખું સ્મરતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational