STORYMIRROR

રચનાઓ મીના શાહની

Others

3  

રચનાઓ મીના શાહની

Others

પ્રેયસીના વેદના

પ્રેયસીના વેદના

1 min
144

તારી હરેક વાતને હકારાત્મકતાથી જોતી રહી હું

તારા હરેક અવગુણને ગુણમા પલોટી જીવતી રહી હું


તારા ગુસ્સાને મારા પરનો પ્રેમ સમજી સહેતી રહી હું

તારી અવગણનાની આદતને પ્રેમના નખરા સમજી સહેતી રહી હું


કેટલુ પોઝીટીવ જોવુ એ ના સમજાયુ 

સુવાક્યો સાંભળીને મારા સ્વ ને અંદરના ખૂણે નાખતી ગઈ હું

તને સુધારવાના પ્રયાસમા મારી જાતને ભૂલતી ગઈ હું


નિષ્ફળતા મારા પ્રયાસની નહી તારી સમજ શક્તિની હતી,

અને મારો જ વાંક સમજી જાતને કોસતી રહી હું. 


Rate this content
Log in