STORYMIRROR

રચનાઓ મીના શાહની

Inspirational Others

4  

રચનાઓ મીના શાહની

Inspirational Others

આદત છે તારી ?

આદત છે તારી ?

1 min
236

કેમ સામાને ટટળાવવાની જ આદત છે તારી ?

સાથે રહીને પણ દૂરી રાખવાની આદત છે તારી ?


કશું પણ કહું, અંતરાલ પછી જ માનવાની આદત છે તારી ?

ખુદને જે પસંદ હોય, તે જિંદગી મને આપવાની આદત છે તારી ?


ભલે હું રડું, કરગરે કે ગુસ્સે થાઉં, તારી સાથે અબોલા પણ લઉં,

તારા સમયે તારી મરજીએ જ ચલાવવાની મને, આદત છે તારી ?


હે ઈશ, શા માટે શા માટે મુજને તડપાવે તરસાવે છે. દર્શન આપને,

ટળવળતા રાખી પછી જ પ્રસન્ન થવાની આ કેવી આદત છે તારી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational