ઉડે રે પતંગ
ઉડે રે પતંગ
સર સર સર મારો ઉડે રે પતંગ,
ઊંચે આકાશ જાણે ઉડે વિમાન,
વાદળાની પાર જવાના અરમાન,
ઉડે રે પતંગ મારો ઉડે રે પતંગ.
ભૂરો,લીલો,પીળો,જાંબલીને લાલ,
આંગળી પર નાચતા એ કરે કમાલ,
પતંગિયાના એણે ચોરી લીધા રંગ,
ઉડે રે પતંગ મારો ઉડે રે પતંગ.
એક સાથે ઢીલ અને બીજા સાથે ખેંચ,
મેં તો આજે કુદી કુદી લગાવ્યા છે પેચ,
આભ તણાં મેદાનમાં જામ્યો કેવો જંગ,
ઉડે રે પતંગ મારો ઉડે રે પતંગ.
